શું આજનો માણસ પ્રેમ કરી શકે ?

થોડા સમય પહેલાની જ વાત છે. મારા એક મિત્રના દાદા તેને એક વાત કરી રહ્યા હતા કે આજનો માનવી સાવ નીડર થઈ ગયો છે. એને મૃત્યુનો પણ ડર નથી અને આ જ વાત પરથી એવો નિષ્કર્ષ નીકળી આવ્યો કે આજનો માનવી પ્રેમ ન કરી શકે, કારણકે પ્રેમ એક એવી વસ્તુ છે કે જેમાં બંને પાત્ર એકબીજાને જે પરિસ્થિતિમાં છે તેમાં અપનાવે, એકબીજાનાં નિર્ણયોને મહત્વ આપે અને ખાસ કે એકબીજાનું દરેક બાબતે સન્માન કરે. તો હવે પ્રશ્ન એ થાય કે આજનો માણસ કેમ પ્રેમ ન કરી શકે ? દાદાનાં કેહવા પ્રમાણે આજના માણસને કોઈજ પ્રકારની બીક રહી નથી. ના તો એને પોતાના સ્વાસ્થ્યની ચિંતા છે ના તો પોતાના સમય ની કદર. ના તો એને પોતાના કરેલા ખરાબ કાર્યો ભય છે ના તો જીવનની જવાબદારીઓની અનુભૂતિ. આજનો માણસ પોતાના કરતા લોકો માટે વધુ જીવતો હોય એવું લાગે છે. પોતાની ખુશી શોધવાની ટિકિટ તો લેય છે પરંતુ બીજા કોઈનો હસતો ચેહરો જોઈને બસ બદલીને દુઃખી થઈ જાય છે. હવે વાત રહી પ્રેમ કરવાની તો બીજાને તો શુ એ પોતાની જાતને પ્રેમ કરવાનું ભૂલી ગયો છે. જો એને પોતાની એટ...