Posts

Showing posts from May, 2018

કઈક ખૂટે છે.

                          આ 4g ની દુનિયા માં સાલું ક્યાં મોટા થઈ ગયા ખબર જ ના પાડી, 10માં માં સારા % આયા , સાયન્સ લીધું, વાહ , એમાંય કાઈ ઓછું નઇ-A1ગ્રેડ, ફોર્મ માં ને ફોર્મ માં એન્જિનિયરિંગ લીધું (એ કર્યો ધબડકો) અને હવે તો એ ય પતી ગયું(4 બગાડ્યા), બાળક માંથી કિશોર ને કિશોરમાંથી યુવાન થઈ ગયા  પણ આ બધા માં લાગે છે કે હજુ કાંઈક ખુટે છે. જો ભણવાની વાત કરીએ( આ ખોટું કર્યું હો), મીડ સેમ માં 30 માંથી 26 આવે તોય લાગે કે હજુ 2 માર્ક્સ ખૂટે છે, પરીક્ષા માં કાંઈ ના આવડતું હોય તોય ટાઈમ ખૂટે છે , આમ તો gtu મહેરબાન છે , પણ 8 spi ના નામે ય થોડું મો મચકોડાઈ જાય છે,(2 પોઇન્ટ થી રઇ ગયો). ફેકલટી ય કઈ ઓછી નથી, સબમિશન માં ઈન્ડેક્સ ખૂટે છે તો ક્લાસમાં હાજરી ખૂટે છે. ચીપડીઓમાં રેફરેન્સ બુક ખૂટે છે (અતુલ નઇ ચાલે હો) તો ppt માં કન્ટેન્ટ ખૂટે છે.                 જમવામાં 56 ભોગ હોય તો એમાં પણ પિઝા  ખૂટે છે, મેકડોનાલ્ડ માં ફ્રી નો સોસ ખૂટે તો વળી અનલિમિટેડ માં આઇસક્રીમ ખૂટે છે. સેન્ડવીચ માં એક્સટ્રા ચીઝ તો પરોઠા માં એક્સટ્રા દહીં, પૌઆ માં એક્સટ્રા સેવ તો સોડા માં આનંદ આવે એવું એક્સટ્રા લીંબુ, ને પાણી પુરી વાળા