કઈક ખૂટે છે.

                          આ 4g ની દુનિયા માં સાલું ક્યાં મોટા થઈ ગયા ખબર જ ના પાડી, 10માં માં સારા % આયા , સાયન્સ લીધું, વાહ , એમાંય કાઈ ઓછું નઇ-A1ગ્રેડ, ફોર્મ માં ને ફોર્મ માં એન્જિનિયરિંગ લીધું (એ કર્યો ધબડકો) અને હવે તો એ ય પતી ગયું(4 બગાડ્યા), બાળક માંથી કિશોર ને કિશોરમાંથી યુવાન થઈ ગયા  પણ આ બધા માં લાગે છે કે હજુ કાંઈક ખુટે છે. જો ભણવાની વાત કરીએ( આ ખોટું કર્યું હો), મીડ સેમ માં 30 માંથી 26 આવે તોય લાગે કે હજુ 2 માર્ક્સ ખૂટે છે, પરીક્ષા માં કાંઈ ના આવડતું હોય તોય ટાઈમ ખૂટે છે , આમ તો gtu મહેરબાન છે , પણ 8 spi ના નામે ય થોડું મો મચકોડાઈ જાય છે,(2 પોઇન્ટ થી રઇ ગયો). ફેકલટી ય કઈ ઓછી નથી, સબમિશન માં ઈન્ડેક્સ ખૂટે છે તો ક્લાસમાં હાજરી ખૂટે છે.
ચીપડીઓમાં રેફરેન્સ બુક ખૂટે છે (અતુલ નઇ ચાલે હો) તો ppt માં કન્ટેન્ટ ખૂટે છે.
                જમવામાં 56 ભોગ હોય તો એમાં પણ પિઝા  ખૂટે છે, મેકડોનાલ્ડ માં ફ્રી નો સોસ ખૂટે તો વળી અનલિમિટેડ માં આઇસક્રીમ ખૂટે છે. સેન્ડવીચ માં એક્સટ્રા ચીઝ તો પરોઠા માં એક્સટ્રા દહીં, પૌઆ માં એક્સટ્રા સેવ તો સોડા માં આનંદ આવે એવું એક્સટ્રા લીંબુ, ને પાણી પુરી વાળા ને ત્યાં ભૈયા ' દો તીન એક્સટ્રા કોરી દેના' ખૂટે હે.
                    હવે જો એશો-આરામ ની વાત આવે ત્યાં પણ ....હે ભગવાન.      રેનૌલ્ટ ડસ્ટર તો છે પણ પેલી ચાર બંગડી વાળી ખૂટે છે, એક્ટિવા તો છે પણ પેલું ફટફટીયુ ખૂટે છે(ચશ્માં પેરીને સોબજી કરવા),15 મેગાપીક્ષેલ નો કેમેરો છે હો તોય પેલો બ્લર કરવાં વાળો ડીએસેલઆર ખૂટે છે, 2 bhk એપાર્ટમેન્ટ છે પણ પેલો સ્વિમિંગપૂલ હોય એવો બંગલો ખૂટે છે. સ્માર્ટ ફોન ય છે પણ પેલો મોઢું જોઈને લોક ખુલે એ સફરજન વાળો ફોન ખૂટે છે( હવે તો ઓપો ય આપે છે.)  ખબર નથી પડતી આ મોડર્ન જમાનો કઇ બાજુ લઇ જાય છે કે છે બધું છતાંય ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કાંઈક ખૂટે છે.
આજકાલ તો હવે ફોન જ સ્માર્ટ રઇ ગયા છે.
              એ ભૂતકાળ મા જ્યારે દાદા ને જોયા હતા જેમની પાસે કપડા ના નામ એ બે કુર્તા ને 1 ધોતી હતી, ઘર ના નામ એ લેપણ કરેલું માટી નું ઝૂંપડું હતું, મિષ્ટાન ના નામ એ ડુંગળી ને રોટલો હતો, વાહન ના નામ એ દંડાવાળી સાયકલ હતી, ઠંડી હવા તો વાવેલી હતી, કુવા નું પાણી પીને મોજમાં રહેતા, ફોન ની ક્યાં જરૂર હતી એ પોતે જ સ્માર્ટ હતા, આપણા પ્રમાણે એમની પાસે કઇ નતું પણ એમની પાસે તો એ હતું જે આપણી પાસે છે જ નઈ, સુખ.
             બસ જ્યારે એ ભૂત અને આ વર્તમાન એક અરીસા માં દેખાય તો આ વર્તમાંન ક્યાંક જાંખો પડી જાય છે, કઈક ખૂટે છે. કઈક ખૂટે છે.મન માં એ જ પ્રશ્ન વાગોળ્યા કરું, વાગોળ્યા કરું ને છેલ્લે જોયું કે ખૂટે છે શુ???????
        તો ખબર પડી કે બીજું બધું તો ખાલી વહેમ છે, સાલું સંતોષ જ ખૂટે છે.

Comments

  1. How to Make Money from Sports Betting | Worktomakemoney
    You can make real money betting on 메리트 카지노 주소 sports. Betting on 1xbet korean the NFL is the process of making งานออนไลน์ money by placing money on the NFL's biggest and best

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

एक छोटा सवाल

શું આજનો માણસ પ્રેમ કરી શકે ?

आज का जीवन