બસ તું જ દેખાય છે

એક સમી સાંજે બેઠો હતો
નદી ના એ શાંત કિનારે,
કશુજ નહતું તો પણ
કશુક યાદ આવતું વારે વારે.
ખબર નથી પડતી કે કેમ આવું થાય છે
જ્યાં જોઉં ત્યાં તુજ દેખાય છે,
નદી ના એ શાંત પાણી માં
અને પવન ના એ સ્પર્શ માં,
આસમાની એ આકાશ માં
કે પછી સાંજ ની એ સુંદરતા માં
નાના બાળક ના એ સ્મિત માં પણ
બસ તું જ દેખાય છે.
ટ્રાફિક ના એ ઘોંઘાટ માં
અને પક્ષીઓ ના કલરવ માં,
નદી ના એ વહેણ માં
કે પછી કોઈ ગીત ના સંગીત માં
બસ તારો જ અવાજ સંભળાય છે.
ખબર નઈ કેમ અને શા માટે
જ્યાં જોઉં ત્યાં બસ,
તું જ દેખાય છે તુ જ દેખાય છે.

Comments

Popular posts from this blog

एक छोटा सवाल

શું આજનો માણસ પ્રેમ કરી શકે ?

आज का जीवन