ખબર જ ન પડી

નહીં ભૂલું હું એ દિવસ
જ્યારે તું મને પેહલી વાર મળી,
પળ ભર જોતા જ આંખો માં આંખો ભળી
કેવી રીતે, કાઈ ખબર જ ના પાડી.
ભરી ભરી ને છલકાતી એ સુંદરતા તારી
ને એ થી પણ સુંદર તારું સ્મિત,
એક નજરે જોતા જ મોહિત થઈ ગયો હું
કેવી રીતે, કાઈ ખબર જ ના પડી.
જો વાત કરું તારા લહેરાતા સુંદર વાળ ની
કે પછી વાત કરું ગુલાબી ગાલ ની,
યાદ કરતા કરતા સપના માં આવી ગઈ
કેવી રીતે , કાઈ ખબર જ ના પડી,
ઉભો હતો તારા પ્રેમ ના દરિયા કિનારે
નિહાળી રહ્યો હતો શીતળતા તારા આંખોની,
પલક જપકતા માં તો મને ડુબાડી દિધો
કેવી રીતે , કાઈ જ ખબર ના પડી .
હાથ માં મારા હાથ તારો જોઈએ છે મને
કદમ સાથે કદમ મિલાવતો સાથ જોઈએ છે મને,
મજાક કરતા ઉમળકાભેર તારું હસવું અને
હેરાન કરતા મો ફુલાવીને તારું રિસાવું
પ્રશંસા ના બે શબ્દો સાંભળતા તારું હરખાવું
પ્રેમ ની બે વાતો કરતા તારું એ શરમાવું,
વિચાર માં પણ નહોતી ને હવે દિલ માં ઉતરી ગઈ
કેવી રીતે, કાઈ ખબર જ ના પડી.

Comments

Post a Comment

Popular posts from this blog

एक छोटा सवाल

શું આજનો માણસ પ્રેમ કરી શકે ?

आज का जीवन